પથ્થર પુંજાય દિવસ આખો-ભક્તિભાવથી,
ને રોજ સાંજે એકલો,શયન આરતી પછી
એ જુએ ભક્તો ઉભો ઉભો, પધારે જે જોજનોથી,
ને તોયે એક ઇંચ હાલે નહીં, પ્રાણ પ્રતિષ્ઠા પછી
કરે માનતાઓ સૌની પુરી,પુનમ-અમાસ ને સઘળી,
પણ પોતે કંઈ કેમ કરી માંગે? જીભ નથી સ્મિત પછી
પેહરે વાઘા,મુગટ ને સાફા-શોભે અભૂષણો થકી
ને ઉભો'રે ફલાંગો છેટો દુર,આગળની દાનપેટી પછી
હતો રાજાધિરાજ જે સોનાની દ્વારિકાનો
એય હતો એકલો,પ્રભાસે પારધીના સંધાન પછી
- નિર્મિત ઠક્કર (૦૧/૧૦/૨૦૨૪)