પટલીક.. પટેલ… પાટીદાર…અમીન… દેસાઈ..પાટીલ
વિશ્વે ખ્યાત - આ અટકધારી ધરતીના લાડલા પરગજુ સંતાન.
કવિની કલમે માણો..
….,
પટેલ પાટીદાર....
પુરુષાર્થે રળે કીર્તિ કલદાર
વિશ્વે ખ્યાત જ પટેલ પાટીદાર
તેજ જબાન પણ હિતકારી પંચાત
વતન અમારું, મનગમતું ગુજરાત
... ..... ..... ..... ......
સૂરજ શાખે ખેતર શેઢે
નવલખ તારા ઓઢે
પરસેવાની કરી પથારી
ધરતી લીલી વેડે
આસુ તટે, મધ્ય એશિયાથી
કૃષિ કસબ લઈ હાલ્યા
સપ્ત સિંધુ ; પંજાબ - ગુર્જર ધરાએ
અન્ન ભંડારા ખોલ્યા
આફત આક્રમણો ખમતા ખમતા
કુર્મી કણબી ઝઝૂમે
ભલમનસાઈની હૈયે ખુમારી
કસોટીએ કૌવત દૂઝે
કૃમ ઋષિના વંશ જ કુર્મી
રાજ ધરે ઇલકાબો
સ્થિર સમૃધ્ધી સુખી હો જનજન
મુખત્યારી રૂઆબો
વિક્રમ સંવત સાતસો મધ્યે
વંદે , ગુર્જર ભોમ ભલાઈ
પંચહિતે પોંખાયા વિશ્વાસે
પટ્ટદાર અમીન દેસાઈ
શ્રીફળ જેવી જાત પટેલની
હૈયાં દેવ દરબારી
પરબ કુવા પંખી ચબૂતરા
લોકહીતે દાતા ભંડારી
દિન માસને શતકો વિત્યા
પુણ્ય તપતાં કરુણા દીવડે
લેઉવા આ ‘લેયા’ ના ભજે મા ખોડલ
મા ઉમિયા હેતે કડવા ‘કરડ’ મંગલ
મૂડી જેની મહેનત ખંતી
થાળ ધરતી ભાગ્ય લક્ષ્મી
કણમાંથી મણ પેદા કરતાં
શોભે સખાવતી ધર્મી
ભણતર ગણતરે પટેલ દૂરદર્શી
રાષ્ટ્ર નિર્માણે રજવાડી
સત્કર્મે શણગાર્યા જીવન
ખ્યાત વિશ્વે તવ દાતારી...jay ho
મુખી પટેલ પંચાતી પાટીદારી(2)
રમેશ પટેલ(આકાશદીપ)
🙏🏻
- Umakant