કોઈ જોડે લોહી નો સબંધ ના હોવા છતા એની જોડે લાગણી ને જોડાણ કેટલું હોય છે નય?? પછી એ સબંધ કોઈ પણ હોય મિત્રતા નો, નાના બાળક સાથે નો, કોઈ સહ કર્મચારી સાથે નો હું નર્સિંગ ક્વાર્ટસ માં રહું સામે એક નાનું ને મસ્ત પરિવાર રહે , એક દીદી એમના સાસુ ને એક એક વર્ષ નું આ નાનું બાળક આવ્યા ત્યારે એટલો પરિચય નોહ્તો પણ પછી વધતો ગયો ને પછી તો ઘર જેવો સબંધ વાટકી ની આપ લે અને વાતો નો દોર શરૂ સુખ દુખ ની આપ લે, શું બનાવ્યું છે થી લઈ ને , શું બનાવવા ના છો? ત્યાં સુધી નો સબંધ , બધા જોડે સારું બને તો આ એક વર્ષ નું બાળક એટલે કે દિવ્યરાજ ઉર્ફ ડુગુ એ કેમ નું પાછળ રહી શકે, પછી તો એની સાથે પણ એટલું જ બને એનો અવાજ આખા અમારા ક્વાટર્સ ને ગુંજવતો , દરવાજો ખુલ્યો કે અવાજ સાંભળ્યો કે આવ્યું જ એવું ભાગોળીયા ભરતું ને કાઇ કામ કરતા હોય એટલે બધું જ જેમ તેમ કરી મુકવું જે આવે તે મોં માં નાખવું અરે પછી તો ટેવ પડી ગઈ ને એ ના આવે તો ના ગમે, નોકરી પર થી થાકી ને આવીયે ને એનું ખીલ ખીલાતું ફૂલ જેવો માસુમ ચહેરો જોવા મળી જાય પછી તો આખા દિવસ નો થાક ઉતરી જાય, લાગણી પણ બો જ શક્તિશાળી છે એક વાર લાગી જાય પછી એના થી દૂર જવું ઘણું મુશ્કેલ છે ને લાગણી આપણ ને છે એટલું જ નહીં એ નાના બાળક ને પણ છે કદાચ એને અમે બોલીયે છે એ ન સમજાતું હોય પણ પ્રેમ ની ભાષા ઘણી સરળ છે અરે અમે ક્યાંક કામ થી નીચે જતા હોય તો પણ જોઈ ને રડવા લાગે, પછી હાથ ઊચા કરે કે હા મને પણ લઇ જાવ કેટલી ખુશી થાય નય, એક દિવસ તો મારી રાત્રિપાળી હતી હું તો તૈયાર થઈ ને મસ્ત નિકળી ને સામે ડુગુ આવ્યું જલ્દી જલ્દી ભાગોળીયાં ભરતું ને આવી ને મારા પગ ને વળગી રહ્યું ને બરાબર પકડી રહ્યું પછી તો રડવા લાગ્યું ઊચકી ના લીધું ત્યાં સુધી રડયું બધા કે બેટા માસી ને કામ પર જવાનું તો પણ ના રડયે જ જાય કે ના મને પણ સાથે આવું છે એમ કહેતું હોય, ના કોઈ જોડે જાય ના કોઈ જોડે બોલે, પછી તો હું નીચે સુધી ઊંચકી ને લઇ ગઈ બધા જ નીચે આવ્યા, પછી અવે જવું જ પડશે કરી ને મન ના હોવા છતા duggu ને di ને આપ્યું પછી જો એણેે રડવાનું ચાલુ કર્યું છે બાપરે, ત્યારે મને એમ થયું કે હા, બાળક પણ ઘણું સમજે છે હા પ્રેમ ને લાગણી ની ભાષા 😇