“પતિ-પત્ની સંવાદ “
અમારે ચાલ્યા જ કરે નોકઝોક
રોજ
રોજ અમે લડીએ છીએ
વારંવાર લડીએ છીએ
ક્યારેક એ જીતે છે, ક્યારેક હું
જોકે મોટાભાગે હું જ જીતું છું
ધરાર જીતવા દઉં છું હું મને
અથવા જાણીજોઈને એને જીતવા જ નથી દેતી
એને ખબર હોય છે કે એનું હારવું
લગભગ નક્કી છે છતાં
રોજ લડે છે એ
અને રોજ વિવશ કરે છે મને
લડવા
ક્યારેક વળી જીતીયે જાય છે એ
પણ ઘડીક પૂરતું
ટકતી નથી એની જીત બહુ
એની જીત પર હાવી થઈ જાઉં છું હું
ક્યારેક ખટકે પણ છે મને એનું
હારી જવું
ક્યારેક એમ થાય છે કે જીતવા દઉં એને
જાણું છું કે એની જીતમાં
લાભ જ લાભ છે મારો
મારાં ઉન્નતિ ને પ્રગતિ,
મારી સફળતાઓ,
મારા જીવનની સાર્થકતા
એની જીત પર જ તો નિર્ભર છે
છતાંય
છતાંય હરાવી દઉં છું એને રોજ
એ પણ થાકતો નથી
રોજ આવીને ઊભો રહી જાય છે
સસ્મિત
અને હાથ મિલાવીને કહે છે -
થઈ જાય ફરી એક યુદ્ધ?
લગાવ તાકાત ને ફરી હરાવ મને
તું જીતી તો હું તારો ગુલામ
પણ જો હું જીત્યો તું
સર્જક.
સૌજન્ય :-
#અણિજિષ્ણુ
🙏🏻
- Umakant