🙏🙏જીવનમાં અમુક ઘટનાઓ તમે ભુલવા માંગો તો પણ ભુલી શકતાં નથી કેમ કે તમારા અસ્તિત્વની સાથે પડછાયા ની જેમ જોડાઈ ગઈ હોય છે.
જે રીતે અંધકારમાં થોડો પ્રકાશ મળ્યો અને પડછાયો સર્જાય છે તે જ રીતે જીવનમાં અમુક ઘટનાઓ, વ્યક્તિ કે સમયનું સંભારણું જે તે સમયે તે મુજબની પરિસ્થિતિ સર્જન પામતા જ સ્મૃતિપટ પર તરવરે છે.
જો તે સંભારણા ખુશીઓ સાથે જોડાયેલા હોય છે. તો વ્યક્તિ અન્યને કહીને કે ના કહીને પણ ખુશ રહી શકે છે.
જયારે તે સંભારણા દર્દનો અહેસાસ કરાવતાં હોય તો તેની પીડા તો માણસ કોઈને કહેવા માંગતો હોય તો પણ કહી શકતો નથી અને ખુદ અંદરથી જ અનંત પીડાથી દુઃખી થતો તેને સમય ની ક્ષણો દર્દનાક લાગતી હોય છે.
આવા સમયે તેને જો વિસ્મૃતિ નો રોગ થાય તો પણ તેનાં માટે વરદાનરૂપ હોય છે.🦚🦚