વેપારી વર્ગને વેપાર કરવો હોય તો કોઈપણ વસ્તુનું વેચાણ માતાજી કે કોઈપણ દેવ ને નામે બ્રાન્ડ બનાવી દેવાની એટલે કોઈ પૂછે નહીં કે કેટલી કિંમત, કેવું છે?
"અંધશ્રદ્ધાની આંખો માત્ર નજીકનું નહીં,ઘણું દૂર નું જુએ છે."અને ખાસ તેનું પ્રેરક પરિબળ કહેવાતો "સુધરેલો વર્ગ" જ આ પાયામાં હોય છે.ખાસ કરી અભણ કરતાં ભણેલો વર્ગ જ આ "શ્રદ્ધા" નામની કુંવારી कन्या નાં વધુ સંખ્યામાં માં -બાપ બનતાં હોય છે.
મારી ભાષા જેને સમજાય તેને વંદન બાકી આપણા દેશમાં
એક મહાન તાત્વિક સંત થઇ ગયા...
"ચર્પટ" ઋષિ કે જેમણે એક
"ચર્પટપંજરીકાસ્ત્રોત્ર"દ્વારા
આવા સમાજને સંસ્કૃત ભાષામાં ગાળો દીધી છે.
"भजगोविन्दम् भजगोविंदम् मूढ़मतेll"
સામાન્ય માણસ સમજી શકે ના એવા શબ્દ પ્રયોગ દ્વારા તત્કાલિન સમાજને આ ઋષિએ પોતાની કલમ દ્વારા ભાન કરાવ્યું છે.
૧૦૦ અભણ બગડે તો કોઈ મોટી વાત નથી,પરંતુ "એક ભણેલો અને બુદ્ધિશાળી બગડે તે ખૂબ મોટી વાત છે."
"માટે અંધશ્રદ્ધા ભણેલો પકડી ના લે તે જ ખબર રાખવી."🥰🥰🥰🥰 लि.- वात्सल्य 🙏🏿