🙏🙏સમય તારે "ઘા" જ આપવા હતાં તો તલવાર થી આપતો તો ઔષધ થી 'રૂઝાઈ' જવાની આશા રહેતી.
હા, પણ "સમય" તું ઘણો જ બળવાન છે એ વિસ્મૃત થઈ ગયું.હવે હૈયે 'શસ્ત્ર' વગરના ઘા આપીને ના રક્ત વહે પણ એ ઉણપ આંખો 'આંસુ રૂપે' વહીને પુરી કરી શકે છે.
સમય તને "કાળ" કહેવામાં આવે છે પણ હે કાળ તારું આ ભવમાં તો કંઈ જ બગાડ્યું હોય તેવું "સ્મરણ" તો નથી જ.
તો પછી શીદને "સમયના" વહેતાં પ્રવાહમાં તું 'નૌકાવિહાર' કરવા દેતો નથી એ ખુશી છે. તું ડુબાડી ના દઈશ.🦚🦚
- Parmar Mayur