એક રસપ્રદ કિસ્સો

ફેમસ સાયન્ટિસ્ટ અલબર્ટ આઇન્સ્ટાઇનનો એક ડરાઇવર હતો. આઈન્સ્ટાઈન જ્યાં જતાં ત્યાં એ પણ જતો. તેઓ જે જગ્યાએ લેક્ચર આપતા ડરાઇવર પણ ત્યાં એક જગ્યા પર બેસી જતો. આ ડરાઇવરની યાદ શક્તિ ગજબની હતી.તેને આઈન્સ્ટાઈનના લગભગ બધાંજ લેક્ચર કંટસ્થ કર્યા હતા.

એક દિવસ આઈન્સ્ટાઈન એક જગ્યાએ લેક્ચર આપવા જતા હતા. ડરાઇવરે મજાકમાં એમને કહયું, "મને લાગે છે હું પણ તમારી જેમ લેક્ચર આપી શકું છું! ડરાઇવરની વાત સાંભળી આઇન્સ્ટાઇને કહયું કે ભલે, અત્યારે આપણે જ્યાં જઈ રહયાં છે ત્યાં મારી જગ્યાએ તું લેક્ચર આપજે. રસ્તામાં તેઓએ એક બીજાના કપડાંની અદલાબદલી કરી લીધી.

હોલમાં પહોંચ્યા બાદ ડરાઇવરે આઇન્સ્ટન બની લેક્ચર આપ્યું. હોલમાં ઉપસ્થિત બધાં લોકો ખુબ પ્રભાવિત થયાં. ઉપસ્થિતોમાં સાચા આઈન્સ્ટાઈન પણ ડરાઇવાર્ણ વેશમાં મોજુદ હતા. એક કુર્સી પર એક વિદ્યાર્થી બેઠો હતો. તેણે આઈન્સ્ટાઈન બનેલા ડરાઇવરને એક પ્રશ્ન પૂછ્યો. ડરાઇવરને એનો જવાબ આવડતો ના હતો. પરંતુ તે સ્માર્ટ હતો. તેણે કહયું, "આ તો ખુબ સહેલો સવાલ છે. આનો જવાબ તો મારો ડરાઇવર પણ આપી શકે છે!" અસલ આઈન્સ્ટાઈન જે ડરાઇવાર્ણ વેશમાં હતા તેમણે જવાબ આપ્યો.

સીખ: સારા લોકોની સંગત તમને પણ સારું બનાવી દે છે.
સૌજન્ય:- વોટ્સએપ્સ 🙏🏻
- Umakant

Gujarati Motivational by Umakant : 111949561
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now