કાન્હા આવવું હોયતો આવ તને મુશ્કેલી પડશે,
નથી દેવકી નથી જશોદા એ કુંખ કયાંથી મળશે?
નથી વાસુદેવ કે વસમી વાટ પકડશે વૃંદાવન ની,
નિર્મળ નજર નથી નંદની એ હવે કયાંથી મળશે?
નથી ગાયો નથી ગોપીઓ નથી વહાલ વૃંદાવનનું,
નેહ વગરની નમણી નાર એં રાધા કયાંથી મળશે?
સ્નેહ વગર નાં સગાં અને ભાવ વગર ના ભાંડું,
મમતા વિનાના મિત્ર એમાં સુદામો કયાંથી મળશે?
ધર્મ નથી રહ્યો ધરા પર ફૂડ કપટ ને કુરૂક્ષેત્ર,
પ્રભુ પ્રેમ પારખનારા એ પાંડવ કયાંથી મળશે?
મોરપીંછ ને મોરલી એ તાંસળી ને એ કાંબળી
એ વરણાગી વેશ કહે 'અમૃત' એ કયાંથી મળશે ?
સૌજન્ય:-
અમૃત શ્રીમાળી
મહેસાણા
- Umakant