પ્રેમ...
પ્રેમ એટલે પરમ સત્ય.
પ્રેમ એટલે સ્નેહનો જલધિ.
આ જલધિને પણ કિનારો હોય છે.
કિનારા(મર્યાદા)વગર કોઈનું અસ્તિત્વ અસંભવ છે.
અસ્તિત્વ વગરનો કિનારો એટલે પોતાની સ્ત્રી વગરનો પુરુષ.
પ્રેમ ટકાવવા હૂંફ "ઉછળતાં ક્યારેક શાંત મોજાં" જોઈએ.
પ્રેમ એ બંધન અને આલિંગન થકી ખીલતો ગુલાબનો છોડ છે.
એની સુગંધ પામવા પવન જોઈએ,ખુલ્લું આકાશ જોઈએ.
પ્રેમ એક એવી અદ્ભૂત લાગણીનું બિંદુ છે,જે આંખની કીકીમાં ચમકે છે.
પ્રેમ એ આંખની ચમકતી જળ શ્રુષ્ટિ છે.
પ્રેમના છોડને હળવે હળવે પરિતૃપ્ત થાય તેટલું સ્નેહવારિ દરરોજ જોઈએ.
તો જ "પ્રેમ વૃક્ષ" ખીલે.
મન ફાવે ત્યારે પાણી પાવું ના પાવું ત્યાં "પ્રેમવૃક્ષ" મુર્ઝાઈ જાય.
- વાત્સલ્ય