વસુદેવ સુતમ્ દેવમ્ l
કંસ ચાણૂર મર્દનમ્ ll
દેવકી પરમાનંદમ્ l
કૃષ્ણમ્ વંદે જગતગુરૂમ્ ll
..........
"અધરમ્ મધુરમ્ વદનમ્ મધુરમ્ l
મધુરાધિપતેરખિલમમધુરમ ll"
(મધુરાષ્ટકમ્)
જેનું બધુંજ મધુર છે...જેમ કે હાસ્ય,હોઠ,ગાલ,વદન,ચાલવું,બોલવું,હરવું ફરવું, ચોરવું,રમવું,ગાવું,વગાડવું,ચરિત્ર,વાન એમ સર્વત્ર મધુર છે,તેવા હે કાનુડા! હે!ગોકુળના રહેવાસી,જગતના ગુરુ,વૃંદાવનવાસી,મોરલીધર,,બંસીધર,હે ગિરધર!હે!ગિરધર,હે!ગોપાલ,હે!મુરારી, જેનાં હજારો રૂપ છે,શીંગાર છે,અકળ કળાનો જાણકાર,સૌનો લાડકો,દુશ્મનોના વ્હાલા,જેનું વર્ણન અને ગુણગાન kમાધવ,દ્વારિકાધીશ,ડાકોરના ઠાકોર,કાળીયા ઠાકોર,ગોપીઓના કાનુડા,ગોવાળના રાજા,આ લૉક અને પરલોક તેમજ આતાળ પાતાળ મૃત્યુલોકના અધિષ્ઠાતા,ધનુર્ધારિ,સર્વશાસ્ત્ર જ્ઞાતા,તપસ્વીના તપ તોડનાર અને જોડનાર,, ઘનશ્યામ,ઘમંડીનાં ઘમંડ તોડનાર,વિશ્વ ગુરુ,આ જગતના રચયિતા,અણુ,પરમાણુ,આકાશ,પાતાળ,સૂર્ય,ચંદ્ર,તારા જેના ચરણ ચૂમે છે,એવા મહાન ના મહાનાયક,જેનું બધુંજ મધુર છે.જેમ કે હાસ્ય,હોઠ,ગાલ,વદન,ચાલવું,બોલવું,હરવું ફરવું, ચોરવું,રમવું,ગાવું,વગાડવું,ચરિત્ર,વાન એમ સર્વત્ર મધુર છે તેવા હે કાનુડા! હે!ગોકુળના રહેવાસી,જગતના ગુરુ,વૃંદાવનવાસી,મોરલીધર,બંસીધર,સર્વે આત્માના ઉદ્ધારક,પરમાત્મા જયારે એક સાધારણ મનુષ્ય રૂપે ભારતની પવિત્ર ભૂમિ પર જનમ લે છે,ત્યારે આ ભરતખંડને નમી પડું છું.જ્યાં સાક્ષાત ભગવાને મનુષ્ય રૂપે જનમ લઇ અને કશુંય લીધા વિના અવતારી કાર્ય પૂરું કરી ચાલી ગયા એવા હે! કૃષ્ણ,કાના! આજનો દિવસ એટલે તારો "happy birday" જ માત્ર નથી પરંતુ "Divine happy birthday" છે.
શું હું પામર તારાં ગુણ ગાઉં!લેનાર,દેનાર,તારનાર તું જ છે,આ બધું તારું જ છે.હું પણ તારો છું,તું પણ મારો છે,તો શું બોલું?જીભ સિવાઈ ગઈ છે.લેનારો તું છે અને દેનારો પણ તું છે.....
"Wish you very very happy birthday kanha"
-वात्सल्य