🙏🙏કોઈ અઢળક વેદનાઓ મન ભીંતર દબાવી રાખીને પણ ચહેરા પર હાસ્ય રેલાવી રાખતું હોય એ નાનીસૂની વાત તો નથી જ, તે વ્યક્તિ ની પરિપક્વતા કાબિલે તારીફ કહેવાય.
તે વ્યક્તિ જાણતું હોય છે કે મારા મન ભીંતર ઘણા જ દુઃખોના સાગર હિલોળા મારે છે. કિન્તુ આ સમુદ્રમાં મારા કારણે કોઈ ડુબવા ના જોઈએ.હું કોઈને શીદને મારો નિરાશ ચહેરો બતાવી તેને પણ નિરાશ કરું.
એક હાસ્યથી કોઈનો દિવસ સુધરે છે. એક પોઝિટિવ લાગણી મહેસુસ થાય છે બસ આ જ સફળતા જ કાફી છે મન ભીંતર નાં દુઃખો સામે લડવા માટે.
જીવનમાં આવતા દુઃખો, સમસ્યાઓ કે વેદનાઓને સમજણપૂર્વક માણસ સામનો કરે તો તે અવશ્ય તેમાંથી પાર પડે છે. જીવનમાં એક વાત હંમેશા સ્વીકારી લેવી પણ જરૂરી છે કે કશું જ સાશ્વત નથી પછી એ સુખ હોય કે દુઃખ અંત નિશ્ચિત છે.🦚🦚