કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે…

જુદાઈ ઝિંદગીભરની કરી રોરો બધી કાઢી,
રહી ગઈ વસ્લનીઆશા, અગર ગરદન કપાઈ છે…

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે…

ઝખમ દુનિયા ઝબાનોનાં, મુસીબત ખોફનાં ખંજર,
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે…

શમા પર જાય પરવાના, મરે શીરી ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂંટાઈ છે…

ફના કરવું, ફના થાવું, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે…

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે…

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરી થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે…

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા, એવી કલામો સખ્ત ગાઈ છે…

– મણિલાલ દ્રિવેદી
- Umakant

Gujarati Shayri by Umakant : 111947372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now