🙏🙏કોઈ સમજું વ્યક્તિ સાથે ની વાતો ખરેખર વાતો રહેતી નથી તે વાર્તાલાપ નું સ્વરૂપ ધારણ કરે છે.
માણસ સાથે વાતચીત કરવાની પણ એક કળા હોય છે. જ્યારે વાતોની તરેહ થી જ માણસનું આખું વ્યક્તિત્વ સમજાઈ જતું હોય છે.
વાતચીત માં શબ્દોની પસંદગી ખુબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે.જો શબ્દોનું ઉચ્ચારણ કંટાળાજનક હશે તો એ વાત વાતચીત નહીં રહે પરંતુ એક તરફથી ઘોંઘાટ નું સ્વરૂપ ધારણ કરે છે.
કોઈ વ્યક્તિ સાથે કરેલી અઢળક વાતો પણ કાનને થાક લાગવા દેતી નથી. તેની સાથે થોડો સમય કરેલી વાત પણ એક પ્રકારની સમગ્ર દિવસની ઉર્જા પ્રદાન કરતી હોય છે. બસ આવી વ્યક્તિઓ સાથે વાતચીત એ જીવનમાં નિરાશા દૂર કરે છે.🦚🦚