કોઈએ એક પ્રશ્ન પુછ્યો હતો કે "પ્રેમ અને આકર્ષણમાં" ફર્ક શું છે?
પ્રેમએ ક્ષણમાં પણ વર્ષો સુધી જીવન જીવ્યા નો અહેસાસ આપી જાય છે.
જયારે આકર્ષણ વર્ષો સુધી રહ્યું હોય પરંતુ તેમાં કદાપિ તૃપ્તિ નો અનુભવ થતો નથી.
પ્રણયનાં આવેગમાં ખોટો આવેશ નહીં હોય પરંતુ એક પ્રકારની લય હશે જે મસ્તિષ્કના રોમેરોમ ને એક અલગ જ પ્રકારની અનુભૂતિ આપશે.
જયારે આકર્ષણમાં વિચાર વિહિન આવેશ હશે પરંતુ તેનું ટકાઉપણુ બિલકુલ નહીં હોય.
હા, એટલું ખરું કે દીર્ધ સમયનું હૃદયપૂર્વક નું આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થઇ શકે છે.
જ્યારે પ્રેમ એ તો પ્રેમ જ રહે છે તેની લાગણી આકર્ષણ થી સર્જન થાય છે ખરી! પરંતુ પછી પાછું આકર્ષણ નું જ સ્વરૂપ કદી ધારણ થતું નથી.