" મારો દેશ "
વિચારોમાં હું ખોવાઈ ગયો
મારા સ્વપ્નમાં ખોવાઈ ગયો
શું આ મારા સ્વપ્નની દુનિયા છે?
દેશની હાલતથી દુઃખી થઈ ગયો
દેશનું ગૌરવ અને ગૌરવની યાદો
છુપાવેલા આંસુઓમાં ખોવાઈ ગયો
ન્યાયી દેશ હતો મારું વતન
સમૃદ્ધિથી નિરાશા સુધી પહોંચી ગયો
ક્યાં ગયા સમૃધ્ધિના દિવસો?
અધઃપતન તરફ જઈ રહ્યો
તૂટી ગયા છે સ્વપ્નો મારાં
મૌન રાખી વિચાર કરી રહ્યો
શું ભાગ્ય પર છોડી દેવું?
કે ઈશ્વર પર છોડી દેવું?
આમ જ જીવ્યા છીએ આપણે
આમ જ જીવવું?એમ વિચારી રહ્યો
અરાજકતા અને ઝઘડાઓ વચ્ચે
જીવનમાં આશાને પકડી રહ્યો
આ છે મારો દેશ,મારી ધરતી માતા
ફરીથી મજબૂત, ભવ્ય ઉદય જોઈ રહ્યો
- Kaushik Dave
- Kaushik Dave