સપના તૂટ્યા ને અજબ પ્રેમ થયો
અનપેક્ષિત પ્રેમ આજે ખીલી ગયો
લાગતું હતું અંધકારમય જીવન થશે
અનુભવના જીવનમાં પ્રેમ વિજય થયો!
ભૂલી ગયો એ બધી પુરાની યાદોં
પ્રેરણાના પ્રેમમાં નવજીવન શોધતો ગયો
હા, થઈ ગઈ હતી ભૂલો જીવનમાં
એ સુધારવાની તકો શોધતો ગયો
ફૂલો ખીલ્યાં છે પ્રેરણાના આંગનમાં
ફૂલો થકી આનંદ સુખ શોધતો થયો
લાગે છે કે ભૂતકાળ પણ બેઠો થશે
અધુરો રહેલો પ્રેમ,અનુભવનો જાગૃત થશે?
આવશે કેટલાક તોફાનો જીવનમાં
રાની અને પ્રેરણા એમાં શું કરી શકશે?
કેસ તો ઉકેલવો પડશે અનુભવને જ
અજબ પ્રેમના પડકારો ઝીલી શકશે?
( મારી ધારાવાહિક વાર્તા 'એક કહાની અનુભવની ' ના મુખ્ય નાયક અનુભવ અને એની પત્ની પ્રેરણાની કહાની માતૃભારતી પર)
- કૌશિક દવે
- Kaushik Dave