એક છોકરી તેજસ્વી છે, કૃપાથી ભરેલી છે
સ્મિત સાથે ચહેરા પર એક તેજસ્વી પ્રકાશ છે
આત્મવિશ્વાસથી ચાલે છે, માથું ઉચું રાખીને જીવે છે
દુનિયાનો સામનો કરીને, સફળતા સુધી પહોંચે છે
મજબૂત છે, બહાદુર છે,એ કોઈથી ડરતી નથી
પડકારોનો સામનો કરવો એ એની આદતો છે
એ કરે એક સ્મિત, આનંદ આપતું સ્માઈલ છે
દીકરી છે અમૂલ્ય રતન,હીરા માણેક તુચ્છ છે
એ એક મિત્ર છે, બહેન છે,એક પુત્રી પણ છે
તેની હાજરી આપણા માટે એક ભેટ છે
એ ચમકતો સિતારો, માર્ગદર્શન આપનાર મિત્ર છે
ઈશ્વરને પ્રાર્થના કરતી, એનો સાચો ભક્તિ ભાવ છે
ચાલો આપણે જાણીએ, ભારતની એથલેટિક્સને પણ
મેરી કોમ, ઉષા, ફોગટ, સાનિયા નેહવાલ મેડલિસ્ટો ને
એમની શક્તિ એમની ખેલ ભાવના, સરાહનીય છે
ભારતની એ ચમકતા સિતારા, માતાપિતાની શાન છે
એક છોકરી તેજસ્વી છે, સમજદારીથી ભરેલી છે
સ્મિત સાથે ચહેરા પર એક તેજસ્વી પ્રકાશ છે
- કૌશિક દવે
- Kaushik Dave