તૂટી ગયેલા સ્વપ્નો, ફરીથી જોવાતાં નથી
સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં આવી શકાતું નથી
સ્વપ્નમાં રાચતા, અપેક્ષાઓ વધતી જાય છે
સપનાનાં સરવાળાની બાદબાકી થતી જાય છે
કોઈ તો નિશાની આપો, સપનાં પણ સાચા પડે
એક સ્વપ્ન, સાચાં માર્ગે આગળ વધે,સાચા પડે!
કોઈ કહે છે કે સપનાંઓ જીવનમાં જરૂરી છે
વધુ પડતી અપેક્ષાઓ શું જીવનમાં જરૂરી છે!
આપણી આવડત,આપણી શક્તિ મુજબ જ થાય
સપના નહીં, હકીકતમાં જીવનાર વ્યક્તિ સફળ થાય
- કૌશિક દવે
- Kaushik Dave