લક્ષ્ય એટલે એક મંજીલ, જ્યાં મનુષ્યને પહોંચવાની ઝંખના હોય છે. સલાહ એટલે ત્યાં પહોંચવાનો રસ્તો. સાચાં રસ્તા પર ચાલવાથી મંજીલ પર પહોંચી શકાય છે. એજ રીતે સાચી સલાહથી લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકાય છે.
સલાહ એટલે એક પ્રકારનું માર્ગદર્શન. સલાહ બીજાની હોય અને આપણી પણ હોય એમ એ બંન્ને બાજું સાચો કે ખોટો રસ્તો બતાવતો હોય છે. પણ સલાહ સાચી છે કે ખોટી એ આપણે જાતે જ નિર્ણય કરવાનો છે. ઘણીવાર આપણે બીજાને સલાહ આપતાં હોઈએ એ પણ ખોટી સાબિત થતી હોય છે, તો ઘણીવાર બીજાએ આપેલ સલાહ પણ ખોટી સાબિત થતી હોય છે.
સાચી સલાહનું માર્ગદર્શન સાચાં જ્ઞાન, વિશ્વાસ અને વારંવારના અનુભવમાંથી જ પ્રાપ્ત થતું હોય છે. એટલે કે જો કોઈ સલાહ કે સુચન આપે તો તરતજ એનો સ્વીકાર કરી ના લેવો જોઈએ. પરંતુ એને જાત અનુભવ અને જ્ઞાનનાં મિશ્રણ કરીને પીરસવું જોઈએ. આથી જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ ના લેવી જોઈએ એવો પ્રશ્ન પણ થતો હોય છે. પણ બીજાની સલાહ લેવામાં કોઈ ખોટ નથી, પણ જો સાચી સલાહ મળે તો આપણાં લક્ષ્ય સુધી પહોંચાડવા મદદ કરતી હોય છે. એક અપવાદ એજ છે કે ખોટી સલાહને ઓળખવી ખૂબ અગત્યની હોય છે.
જે મનુષ્ય સલાહ લે છે, એ જીવનમાં પોતાનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરે છે. કારણ કે મોટા ભાગનાં લોકોને બીજાની સલાહ લેવી પસંદ હોતી નથી. જો કોઈ સલાહ સૂચન આપે તો એણે અવગણના કરી દે છે, તો કોઈ ક્રોધીત પણ થઈ જાય છે. કારણ કે એનાં મનમાં અહંકાર ચડી ગયો હોય છે કે મને બંધી જ ખબર અને જાણકારી છે. પરંતુ વાસ્તવમાં મનુષ્ય જેટલું જાણે એટલું ઓછું જ પડે છે.
મનોજ નાવડીયા