આવો, ભાઈ આવો, બેસો, થોડો થાક ખાઈ લો,એક ઝુંપડી આગળ આવીને ઊભેલા એક વટેમાર્ગુ ને એક ડોશીમા આવકારો દે છે.
મુસાફર નેં જાવું તો હતું કોઈ બીજા ગામ પણ રસ્તામાં તેમની ગાડીમાં પંક્ચર પડતાં તેમણે ઉભું રહેવું પડ્યું, ડ્રાઈવર ટાયર બદલતો હતો ત્યાં સુધી પેલા વટેમાર્ગુ એ ઝુંપડી જોઈ તે તરફ ગયા.
ડોશીમા ના આવકાર ભાવ થી ખુશ થઈને તે વટેમાર્ગુએ ડોશીમાએ બહાર પાથરેલા એક તુટેલા ખાટલામાં બેસે છે. ડોશીમા ઘરમાં પોતાની દીકરીને મહેમાન માટે "ચા" બનાવવાનું કહે છે.
દીકરી તેની વૃધ્ધ માને કહે, માં ઘરમાં ચા છે, થોડી ખાંડ પણ છે, પરંતુ દૂધ નથી અને દૂધ ખરીદવાના પૈસા પણ નથી, શું કરીશું માં? તે તો કહી દીધું "ચા બનાવજે".
સારું બેટા, તું ચિંતા ના કરીશ હું કંઇક કરું છું પોતાની ઉંમર ના હિસાબે ધ્રુજતા અવાજે કહ્યું, બહાર બેઠેલા મુસાફીર ઝુંપડીમાં થયેલી બધી જ વાત સાંભળી રહ્યા હતા તે વૃધ્ધા બહાર આવ્યા તો તે બોલ્યા બા 'ચા' ના બનાવશો. હું ચા પીતો નથી.અરે બેટા એવું થોડું ચાલે ચા તો પીવી પડે ને એમ જ થોડું જવાય તમે મહેમાન છો અને મહેમાન એટલે ભગવાન અને ભગવાનની સેવા તો કરવી પડે.
ડોશીમા ના આવકાર નાં ભાવ આગળ એ કશું બોલી જ ના શક્યા અંતે વટેમાર્ગુ એ કહ્યું બા તમારે મને પાવું
જ છે તો ચા ના પાશો.ચા તો અમે શહેરમાં રોજ પીએ જ છે,પાવો હોય તો ઉકાળો પાવ ગામડાંનો ઉકાળો સરસ હોય છે તેમ સાંભળ્યું છે તો આજે તમે પાણીમાં થોડી ચા અને ખાંડ નાખીને ઉકાળો બનાવી પાવ.
હવે ડોશીમા તેમની દલીલ આગળ કશું બોલી ના શક્યા પોતાની દીકરીને મહેમાન માટે જલ્દી ઉકાળો બનાવી દે એવું કહીને મનોમન શાંતિ અનુભવે છે કે ઉપરવાળાએ લાજ રાખી. આ બાજુ વટેમાર્ગુ પણ ખુશ થઈને ઉકાળાનો સ્વાદ માણે છે જ્યાં તેને શહેરમાં પીધેલ ચા, કોફીનો સ્વાદ પણ ફીક્કો લાગે છે અને નક્કી કરે છે કે દિવસમાં એક વખત તો ઉકાળો પીવાનો જ.