અસ્તિત્વનો નહીં છે ખ્યાલ મને,
વિધાતા પર વિશ્વાસ રાખી હું જીવું છું.
જે ઝરમર સપનાંની શૃંખલા છે,
તેની છાયામાં હરખ પામી હું જીવું છું.
જિંદગીના દરેક પળે, આનંદની ઝરમરતા લઈ,
સુખ-દુઃખના સાગરમાં મોજાં સરખી જીવું છું.
વિશાળ આકાશની એક ટીપું છું કદાચ,
પણ નર એની અજાણી શક્તિને માની જીવું છું.
નર
- Naranji Jadeja