🙏🙏સાવ અજાણી રીના મુંબઈ શહેરમાં નોકરી માટે નવી જ આવેલી. આખું મુંબઈ શહેર જાણે તેનાં માટે અજાણ્યું હતું.
રીનાની નોકરી એક કોલ સેન્ટરમાં હતી મોટેભાગે નાઈટ શિફ્ટ માં તેની નોકરી રહેતી. તે અને તેની એક મિત્ર બન્ને રાત્રે દસ વાગ્યે નોકરી થી છુટતાં ત્યારે તે લોકો એક ઓટો રિક્ષા માં દરરોજ પોતાના ઘર તરફ જતાં હતાં.
ઓટો રિક્ષા ડ્રાઈવર રહીમ ની ઓટો મા એક ખુણામાં કાચ પર તેનો મોબાઈલ નંબર લખેલો રહે. રોજની અવર જવર માં દરરોજ તે નંબર પર રીના ની નજર જતી માટે નંબર તેની સ્મૃતિમાં છપાઇ ગયો હતો ક્યારેક તો તે નંબર બોલતી તો તેની મિત્ર કહે રીના તું પણ શું નંબર બોલે છે રીના કહે જોવ છું તો બોલાઈ જાય.
એક વખત રીના ની મિત્ર રજા પર હતી અને રીના એકલી જ આજે જોબ પર આવી હતી અને આજે રહીમભાઈ પણ ઓટો લ ઈને આવ્યા ના હતાં તો રીના એક અજાણી ટેક્સી માં બેઠી અને પોતાના ઘર તરફ જવા માટે ડ્રાઈવર ને એડ્રેસ આપ્યું.ટેક્સી ડ્રાઈવરે કંઈ બોલ્યા વિના જ થોડીવાર ગાડી તે રસ્તે જવા દીધી. થોડાં સમય પછી તેને રસ્તો બદલ્યો રીનાએ તરત કહ્યું કે કેમ આ બાજુથી? તો ડ્રાઈવર કહે, મેડમ મારે આ રસ્તે થી નજીક પડે છે ઝડપથી પોંહચી જવાય આ શોર્ટકર્ટ્સ છે. રીના નું સ્ત્રી મન આવનાર મુશ્કેલી ને અનુભવવા લાગ્યું તેને ડ્રાઈવર ની બોલીમાં જુઠનાં પડઘો સંભળાવા લાગ્યો હતો.
રીના માટે આ મુંબઈ શહેરમાં કોઈ એટલું ઓળખીતું ના હતું તેને તેની ફ્રેન્ડ ને ફોન લગાવ્યો પણ ના લાગ્યો. રીના થોડી મુંઝાઈ પરંતુ ગભરાઈ નહીં તેને અચાનક રહીમભાઈ નો નંબર યાદ આવ્યો તેને તરત જ ધીમે રહીને પોતે મુસીબત માં છે મેસેજ કરીને પોતાનું લોકેશન રહીમભાઈ નાં મોબાઈલમાં સેર કરી દીધું.
રીના ચુપચાપ બેસી રહી છે ડ્રાઈવરે એક સુમસામ જગ્યાએ જઈને ગાડી ઉભી કરી દીધી અને રીનાને ચાકુ બતાવીને જે હોય તે આપી દેવા કહ્યું રીનાએ બધું જ ચૂપચાપ આપી દીધું. રીના ને એમ કે છોડી દેશે પરંતુ ડ્રાઇવરના મનમાં હવસનો કીડો સળવળી ઉઠ્યો તો તે રીના સાથે જબરજસ્તી કરવા લાગ્યો.
રીના હવે ગભરાઈ ગઈ હતી તે રડવા લાગી પોતાને છોડી દેવા કહ્યું પણ પેલો નફ્ફટ એક નો બે ના થયો પરંતુ ત્યાં સુધીમાં રહીમ ભાઈ પોલીસ વાન લઈને લોકેશન નાં આધારે તે સ્થળ પર આવી ગયા પેલા ડ્રાઈવર ને પોલીસે પકડી લીધો. રીનાએ રડતાં રડતાં રાહતનો શ્વાસ લીધો અને રહીમભાઈ ને કહ્યું કે સારું છે કે તમારો નંબર મને યાદ હતો નહીં તો આજે મારી શુ હાલત થતી હું વિચારી શક્તી પણ નથી એમ કહી રીનાએ રહીમભાઈ નો આભાર માન્યો.🦚🦚