તમને કહું છું, આ વરસાદમાં નીકળતા નહીં
અને જો નીકળો, તો પ્લીઝ પલળતા નહીં
ને કદાચ, ભૂલથી પણ જો ભીંજાય જાવ,
તો અમારી સામે નજર મેળવતા નહીં
ને એકવાર નજર મળી જાય, તો પછી
ભીંજાયેલા જ રહેજો, પ્લીઝ સુકવતા નહીં
ને કસમ છે તમને, આપણી આ દોસ્તીની
જે કંઈ કહ્યું છે, બીજા કોઈને બતાવતા નહીં
જાણું છું, છો અજનબી તમે, અમારી માટે
પણ લાંબા સમય માટે, અજનબી બનતા નહીં....
જયકિશન દાણી
૨૪-૦૭-૨૦૨૪