કાળજાની કેડીએ કાયા ના સાથ દે,
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે..
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે,
પોતાના જ પંથે પોતાના વિનાના,
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના..
એકલાં જવાના, એકલાં જવાના,
એકલાં જવાના, એકલાં જવાના…
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
~ બરકત વિરાણી ‘બેફામ’