🙏🙏તમને કહું છું સાંભળો છો કે નહીં નિશા અને આકાશ બન્ને ની સ્કુલ ચાલુ થઈ ગઈ છે.તેમનાં ચોપડા, દફતર વગેરે લાવવું પડશે મારે પણ મારો સામાન ખરીદવાનો છે આ વખતે એક સાડી પણ ખરીદવી છે.
હા, આકાશ ની મમ્મી મને ખબર છે કાલે બજારમાં જઈશું. આટલું કહીને મનહર એક ખૂણામાં જઇને કોઈની સાથે કંઇક વાત કરવા લાગ્યો.
મનહર બીજે દિવસે કામથી વહેલો ઘરે આવી ગયો અને આકાશ ની મમ્મીને કહ્યું કે ચાલ આપણે બજારમાં જઈને ખરીદી કરી લાવીએ બન્ને જણ બજારમાં જાય છે.આકાશની મમ્મી છોકરાં નો સામાન લઈ લે છે.
મનહર કહે તારે કશું જ લેવું નથી કાલે કહેતી હતી કે સાડી લેવી છે બીજો તારો કોઈ સામાન લેવો છે તો લઈ લે ત્યારે આકાશ ની મમ્મી કહે ના મારે કશું જ જોઈતું નથી મારી પાસે છે બીજું કે મનહર તમારાં એકલાની જવાબદારી નથી કે ઘરનાં બજેટમાં બધી જ વસ્તુઓ વ્યાજે પૈસા લઈને પુરી પાડવી મેં કાલે તમારી બધી જ વાતો સાંભળી તમે મોબાઇલ પર કોઈ પાસે આ વખતે પૈસા ઓછા છે તો વ્યાજે વ્યવસ્થા કરી આપ એવુ કહેતા હતા.
મારી પણ ફરજ બન્ને છે કે "ના કામના ખર્ચ" પર કાબૂ રાખીને ઘરનાં બજેટનું બેલેન્સ જાળવવું.
મનહર આકાશની મમ્મી સામે જોઈ જ રહ્યો અને કહ્યું કે ખરાં અર્થમાં હું નસીબદાર છું કે મને મારા ઘરનું બજેટ જાળવી રાખનાર તું મળી છે. બન્ને જણ એકબીજાનો હાથ પકડી ઘર તરફ ચાલવા લાગ્યા.🦚🦚