ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ..
અજ્ઞાનરૂપી ઘોર અંધકારમા ફસાયો જીવ,
બહાર ના નિકળી શક્તો મતલબી જીવ,
મુખુટો પેહરી નગરજનોમાં ફરતો જીવ,
સત્યની શોધ ના કરી શક્તો અહંકારી જીવ,
સતત વેણ બદલ્યા કરતો અજાણ જીવ,
સમાધાન ના કરી શક્તો વણઉકેલ્યો જીવ,
સાચાં એક ગુરુની સંગતમાં આવતો જીવ,
પાપથી પુણ્યના રસ્તા ઉપર ડગ માંડતો જીવ,
ગુરુના જ્ઞાનથી મનને ઉજ્વળ કરતો જીવ,
સતનુ તેજ બધાંના જીવનમાં પાથરતો જીવ..
મનોજ નાવડીયા