અરે આ કીર્તિ એ તો મને કીર્તિ અપાવવા ને બદલે મારી જે કીર્તિ હતી તેને પણ ધૂળમાં ભેળવી દીધી છે.
કીર્તિ નાં પપ્પા કિશોર ભાઈ પોતાનું દુઃખ તેમના મિત્ર કનુભાઈ કુંભારને કહી રહ્યા છે કનુભાઈ પોતાના ચાકડે માટલું ઘડતાં જાય છે અને તેમનાં મિત્ર ની દુઃખભરી દાસ્તાન સાંભળતા જાય છે.
કિશોર ભાઈ કહે, તેને મને કોઈ જગ્યાએ મોં બતાવવા લાયક રાખ્યો નથી અમે બન્ને જણાએ નાનપણમાં તેની બધી જ જરૂરિયાતો પુરી કરી પરંતુ નોકરી ને કારણે તેને જે યોગ્ય સમય ના આપી શક્યા.
તેને બાળપણમાં બધી જ છુટછાટ આપી અને તેને તેનો દુરઉપયોગ કર્યો,હું અને તેની મા નોકરીએ હોય તે તેની મનમાની કરતાં અને અમે તેનું બાળ જીદ સમજી પોષણ કરતા રહ્યા તેને કારણે તેનામાં દારૂ, જુગાર જેવી બદીઓ ધીરે ધીરે અંદરખાને ઘર કરી ગઈ.
આજે જુઓ જુગારના કેસમાં પોલીસ તેને પકડી ગઈ છે અને જેલમાં પુર્યા છે હવે શું કરું સમજાતું નથી?
કનુભાઈ એ આટલી વારમાં પોતાના ચાકડે એક સરસ મજાનું માટલું ઘડીને તૈયાર કરી દીધું હતું જેમાં કિશોરભાઈ થાપ ખાઈ ગયા હતાં,
કનુભાઈ એ પોતાનું માટલું બતાવતા કહ્યું કે કિશોર હવે "પાકાં ઘડે કાંઠા ના ચડે" કિશોર ભાઈ પણ પોતાનું માથું પકડી કહે હા દોસ્ત તારી વાત સાચી છે.