લગ્નજીવન
તીજોરીમાં પૈસા વગર લગ્નજીવન ચાલે,
પરન્તુ દિલમાં પ્રેમ વગર ન ચાલે.
ખમીસ ફાટે ત્યારે સોયદોરો ચાલે- જોઇએ,
વિશ્વાસ તુટે ત્યારે સ્નેહદોરો જ જોઇએ
શ્વાસ માણસને જીવાડે છે;
વિશ્વાસ લગ્નજીવનને જીવાડે છે.
લગ્નજીવનને આનન્દપુર્વક નિભાવવું
એ માણય ધારે છે એટલું આસાન નથી.
જીવન પારાવાર મુશ્કેલીઓ અને સમસ્યાઓથી
ભરપુર છે.
મર્યાદામાં રહીને થતાં ઝઘડા અનિવાર્ય છે અને
આવકારદાયક પણ છે
એક પાત્રની શરણાગતી એ પણ
લગ્નજીવનની અધોગતિ છે.
લગ્નજીવનની સફળતાનું રહસ્ય જન્મકુંડળીમાં
કે ગ્રહો પર નિર્ભર નથી: માણસની ઉદારતા અને
સહયોગ પર નીર્ભર હોય છે.
🙏