બોલવામાં હોય એટલી કાળજી રાખીને, હજજારો સંબંધો સાચવી રાખવા કરતાં, ચાર એવાં સંબંધો શોધવા સહેલા છે, જે નિખાલસની સાથે-સાથે, સાચી લાગણીથી તરબતર હોય. પણ હા આવા સંબંધો શોધવા અઘરા નથી, કેમકે આપણાં જેવાં ઘણાં છે, જે લોકો, ના-મનનાં સંબંધો સાચવી સાચવીને થાકી ગયા છે, ને એ પણ ચાર સારા સંબંધો શોધી રહ્યા છે.
માટે ખોટી લાગણીઓમાં, કે પછી બે આંખની શરમમાં તણાઈ પોતાનું અને પોતાના ઘરનું વાતાવરણ બગડે એવું શા માટે કરવું ? આપણને મળેલ મનુષ્ય અવતાર બહું કિંમતી છે, માટે
"સાચવવા જેવાં સંબંધમાં પણ એક લિમિટ નક્કી કરતાં શીખીએ"
-Shailesh Joshi