શબ્દોનાં તીર બીજાઓ પર ના માર,
નિર્મળ પાણી બની તું તરસ છીપાવ,
વિશ્વાસ તોડી કેમ અવળો હસે છે,
સાચવી રાખ દોરને તું શ્વાસની જેમ,
ખોટુ કરીને પીઠ પાંછળ સંતાય છે,
સત્યનો સાથ રાખી તું સુખના દ્વાર ખોલ,
સંબંધોમાં કોરો કાગળ ના બનાય,
કલમ ચલાવી તું પ્રેરણાત્મક વાત બન..
મનોજ નાવડીયા, જામનગર.