વિશ્વ અપાર છે
જાતને જ સુધારી આગળ વધો
આજ હોવો જોઈએ સિદ્ધાંત અને ધંધો
વાંધા અને વચકાઓ ને જરાપણ સ્થાન ના આપો
પોતાના ખમીર ને જાતેજ માપો।
બોલવા બોલવા માં ફર્ક હોય
સાદું અને હૂંફાળું વાક્ય હંમેશા ગમતું હોય
ઘર માં તમે વડીલ ખરા!
પણ બધા ને ન ગમે તો રહેવું કહયાગરા
આ જમાના નો બદલાવ છે
અને બની ગયો આપણો સ્વભાવ છે
જ્યા સુધી છોકરાઓ છોકરા હોય ત્યાં સુધીજ માનપાન
પછી તો તમે જ બની રહો ઘરડુંપાન।
આ વાસ્તવિકતા સ્વિકારવી જ રહી
એને કદી નકારવી નહિ
જાત ને કદી છેતરવી નહિ
કોઈ પણ વાતને છંછેડવી જ નહિ।
છોકરાઓને અમુક વાત ગમતી નથી
પણ એ લોકો મન ની વાત વ્યક્ત કરતા નથી
મન માં ને મન માં મૂંઝાય છે
વાચાળ છે પરંતુ અચકાય છે।
પવન ની દિશા ફંટાઈ છે
શાંત નિશા પણ ગભરાઈ છે
તારલા ઓ ચમકે છે પણ આશ્વસ્ત નથી
વિશ્વ અપાર છે પણ એનો અસ્ત નથી
🤘