મોસમ તું કંઈ જાય છે મારે તને એક વાત કહેવી છે? હા તો બોલ ને જીગર.
જીગર પોતાની બે હાથની આંગળીઓ એકબીજા પર ચડાવતા કહે તું, તું મોસમ આજે કોલેજ જવાની છું? મોસમ કહે અરે જીગર બસ આ જ વાત હતી આટલી વાત કહેવામાં પણ તું કેટલો ગભરાઈ લો લાગે છે.
સારું બોલ જવાની છું, કંઈ કામ હતું હા,,, ના,,, ના બસ, એમ જ પુછતો હતો.
મોસમ જાણતી હતી કે જીગર તેને મનોમન ખુબ જ પસંદ કરે છે અને મોસમ પણ તેને મનોમન પસંદ કરતી હતી પરંતુ પહેલ સ્ત્રી સ્વભાવે જીગર કરે તેની એ રાહ જોઈ રહી હતી.
જીગર પોતાનું બાઈક લઈને ઘર તરફ જવા જાય છે ત્યાં જ એક પુરઝડપે આવતી ગાડી તેનાં બાઈકને ટક્કર મારે છે જીગર દૂર જઈને જમીન પર પટકાઇ છે,
મોસમ એક દર્દનાક ચીસ પાડીને જીગર પાસે દોડી જાય છે,તે જીગરના માથાંને પોતાના ખોળામાં લઈને લોકોની જમા થયેલી ભીડને એમ્બ્યુલન્સ બોલાવવા કહે છે.
તે રડતાં રડતાં લોહીથી લથબથ જીગરને જુએ છે જીગર મોસમ ને કંઈક કહેવા માટે પોતાના હોઠ પર જોર કરી રહ્યો છે પણ તે બોલવાની હિંમત કરી શકતો નથી ત્યારે મોસમ સામે થી રડતાં રડતાં કહે છે કે હવે તારે વાત કહેવાની નથી હું કહું છું, હું તને પસંદ કરું છું, હું તને ખુબ ચાહું છું.
જીગર આટલું સાંભળતા જ ઉભો થઈને તેને ભેટવા ઇરછતો હતો પરંતુ તેનું ઘાયલ શરીર તેને સાથ આપતું ના હતું.
જીગર કંઈક બોલવા ગયો પણ આ શું તેનાં મોંથી લોહીની એક જબરજસ્ત ઉલટી થઈ અને તેના મનની વાત પુરી થઈ પણ તેનાં મુખેથી તો અધુરી જ રહી,,,,