🙏🙏અરે ઓ, પંખી તારી આ મહેનત તું કંઈ પ્રેરણા કે અપેક્ષાએ કરે છે? મને તે સમજાતું નથી તું એક એક તણખલું વીણીને પોતાની પાંખોના બળે કોઈ એક વૃક્ષની મજબૂત ડાળખીએ કે પછી કોઈ ઘરનાં મોભ ના આશરે માળો બનાવે છે.
મને ત્યાં તો તારો કોઈ અંગત જરાપણ સ્વાર્થ દેખાતો નથી કેમ કે તું મનખા ની જેમ થોડું કાયમી હક જમાવી વસવાટ કરવા મથે છે.
તું બસ ફક્ત તેમાં ઈંડા મુકીને એક નવા જીવને પૃથ્વીના વિશાળ પટાંગણમાં વિહાર કરવા લાવે છે, તું તારા એ શિશુને બબ્બે વખત જન્મ આપે એક તો ઈંડા સ્વરૂપે અને બીજું તે ઈંડામાંથી બચ્ચા સ્વરૂપે તો પણ તારી ફરજ પુરી થતી નથી હવે તો શરૂઆત થાય છે
તું અનાજનો એક એક કણ કે કીટક, ઈયળ લાવીને તારા દરેક બચ્ચાં ને ભેદભાવ રહિત પાતાની ચાંચ થી એમની ચાંચમાં મુકીને સ્નેહપૂર્વક તેમનું પોષણ કરે છે.
તેમને તું ઉડવા લાયક બનાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે.
અરે રે પણ આ શું? પાંખો આવતા જ એ પંખીડા ઉડી ગયા હશે એતો કુદરતની કારીગરી! પણ માણસ તું એ બચ્ચાંને રસ્તે ના ચાલતો કોઈની માવજત નું કરજ ઉતારજે કે પછી પાંખોની રાહ જોઈશ?🦚🦚