સમંદરમાં કંઈક ખાસ છે
એ દરિયામાં કંઈક આપણા જ છે
શોધવા જતા કોઈ મળતું નથી
શું દરિયામાં કોઈ આપણું નથી?
સમંદરમાં કંઈક ખાસ છે
એટલે તો આપણે જ છીએ
જીવી લઈએ મન ભરીને
જીવન સાગરમાં આપણે ખાસ છીએ
સમંદરમાં કંઈક ખાસ છે
મારા પોતાના ક્યાં પારકા છે?
સુખદુઃખ ઘટમાળ બને જીવનમાં
એટલે માનવની પરિક્ષા ખાસ છે
સમંદરમાં કંઈક ખાસ છે
સંસાર યાત્રામાં ઘણું ખાસ છે
- કૌશિક દવે
-Kaushik Dave