જુઓને પેલો ચાંદો થોડું થોડું મલકાય
નાનકડી વાદળી આવે ને થોડું શરમાય
ચાંદાએ કરી વાદળી સાથે મૈત્રી
થોડી ચાલે ને થોડી અટકતી મૈત્રી
@કૌશિક દવે
કેટલી ચાલશે આ મૈત્રી?
બસ વર્ષા સુધી જ રહેશે આ મૈત્રી!
થોડી થોડી વારે ચાંદો ડોકિયું કરતા
વાદળી પણ આપતી ચાંદાને જગ્યા
ના ટકી શકી આ ચાંદાની મૈત્રી !
ઘનઘોર વાદળો સાથે કરી વાદળીએ મૈત્રી
કડાકા ને ભડાકા સાથે વીજળી ચમકે
ડરીને ચાંદો પણ ગુમ થઈ ભટકે!
તહેવાર આવે ને દર્શન કરવા હતા ચાંદાના
પણ એ વાદળોમાં લુપાતી છુપાતી દેખાતી વાદળી
હશે જોઈએ છીએ દર ચોમાસે આ મૈત્રી
વરસાદ પડે ને વર્ષાની ધરતી સાથે મૈત્રી
ક્યાંક તો મૈત્રી ને મળે છે એક આધાર
હસતો ચાંદો ને હસતી અલોપ થતી વાદળી
ચાંદાની શીતળતા,સાચવે છે એ મૈત્રી
ધરતીના જળને મળતી એ ચાંદાની મૈત્રી
મૈત્રીભાવનું રૂપ કદાચ બદલાય
સાચી મૈત્રીથી જીંદગી પણ બદલાય
- કૌશિક દવે
-Kaushik Dave