“વરસાદને વિનંતી પત્ર.”
રોજ રોજ આમ નખરા ન કર,
ખોટા ખોટા આમ વાયદા ન કર.
દાનત હોય વરસવાની, વર્ષી જા,
બિનજરૂરી આંટા ફેરા ન કર
સારું નથી લાગતું આ બધું તને,
હાલત પર અમારી. હસ્યા ન કર
સો વાતની બસ એક. જ વાત,
લાંબી લાંબી આમ ચર્ચા ન કર.
વિનંતી, પ્રાર્થનાઓ સૌ કરે. છે,
હવે વધારે રાહ જોવડાવ્યા ન કર.
*********
વરસાદનો. જવાબ:-
મારા માટે તું આમ કરગર્યા ન કર!
સાવ આડેધડે વૃક્ષો કાપ્યા ન કર.
‘કાર્બન’ ‘ગ્રીન હાઉસ’ વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર
વાદળો બનાવવા રોજ મથ્યા કરું છું,
તું ‘ઓઝોન’મા ગાબડાં પાડ્યા ન કર!
સૂકી ભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!
સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
‘આંરઝુ’ પ્રકૃતિ સાથે ખેલ્યા ન કર.
સૌજન્ય what’s Apps