તારી ગણતરી અને મારી જીદ,
જોઈએ થતી કોની જીત!
મેં પ્રણયમાં હાર્યું છે દિલ,
તે સંબંધમાં રાખ્યો છે આંકડા નો ભાવ.
લાગણીમાં હરાવી છે મેં દુનિયાને
તારા ભાવને તોલે ના આવે લાગણી.
તું ઈચ્છે તો આંકડાની માયાજાળ રચી શકે છે.
પણ નમતા હૃદય આગળ ભાવ ક્યાં જાણી શકે છે.
આમ તો ખેલ યુધિષ્ઠિર નો હતો
પણ જીત તો પાંચાલીની જ હતી.
ખેલ તો રાવણે પણ રચ્યો હતો.
સર્વનાશની ભાગી સીતા પણ હતી.
આંકડાના ભાવ અહીં બહુ ચાલ્યા નહીં.
લાગણીના તાંતણે પુરાયા ચીર હતા.
રૂપિયો ક્યાં ઝુકાવી શકે છે દુનિયા નેં
વેદના સામર્થ્ય તો પ્રેમનું હોય છે.
લગાવ તારી ગણતરી આજે સંબંધોમાં.
હું પણ જોઉં છું ક્યાં સુધી ભાગે છે દૂર તું પણ...
વેદનાની કલમે 💓❤️