પુત્રનાં લક્ષણ પારણે અને વહુનાં લક્ષણ બારણે.ઉક્તિ મુજબ આપણા બાળકની ખૂબી ખામીના જાણકાર આપણે જ છીએ.જયારે બાળક નાનું હોય ત્યારે પપ્પા મમ્મી કરતાં મમ્મી પાસે વધુ હોય છે.એટલે મમ્મી પાસે બાળકની રોજિંદી હરકતનો અનુભવ વધુ હોય છે.આપણે આપણા મનોરથ પૂર્ણ કરવામાં અસફળ રહ્યાં હોઈએ ત્યારે એ પૂર્ણ કરવા કરવાના અભરખા બાળક ઉપર થોપી દઈએ છીએ.જે પડકાર ઝીલવા બાળક અસમર્થ છે.મા બાપની અપેક્ષા કદ કરતાં ઊંચી છે ત્યારે ક્ષમતા વગરનું ભણતર,ગણતર અને પાયાનું ચણતર ખોખલું પુરવાર થાય છે.માટે બાળકના વાણી,વર્તન,રસ રુચિ અનુસાર તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો જ બાળકનું માનસ વિકાસશીલ બને.સાથે વાતાવરણ મહત્વનું છે.ખોરાક તેમજ શેરી મહોલ્લાનું વાતાવરણ પણ બાળકના મન પર અસર કરતું પરિબળ છે.
- વાત્ત્સલ્ય (પાટણ-તા.૨૭ જૂન ૨૦૨૪)