મનમાં ઉઠેલી ભયંકર ચીસ
જેવી મનના ખૂણે દબાઈ..
વીજળીના કડાકા સાથે
સર્વત્ર અસ્તિત્વમાં ફેલાઈ.
આંખમાં છવાયેલ આંસુ
પછી તો પાંપણથી બાંધ્યા..
વાદળી વર્ષી અનરાધાર
અને દર્દ જ ચોતરફ રેલાય..
જખ્મ આપ્યા પોતીકાએ જ
વિશ્વાસ કરવામાં પછીતો શંકા બંધાઈ..
દોસ્ત! જીવન સંસાર કર્મોનું ગુલામ
હૈયે રાખવી ધરપત તથા
કષ્ટ ભોગવવા સહસ્મિત
અને ફળ આપવા નિયતિ બંધાઈ..
-Falguni Dost