કામનાથ મહાદેવ, ઝેવિયર્સ સ્કૂલ સામે, નવરંગપુરા.
તમે જાણો છો? આ મંદિરનું શિવલિંગ પહેલાં સારંગપુર, આજનાં રેલ્વે સ્ટેશન પર હતું! સ્ટેશનને પહોળું કરવા તેને અન્ય જગ્યાએ લઈ જવું જરૂરી હતું. 1983 આસપાસ અહીં મંદિર બનાવી તેને અહીં લાવી સ્થાપના કરેલી.
એ વખતે ઝેવિયર્સ સને અને પાછળ ભરવાડો, રબારીઓના ઝૂંપડાંની મોટી વસ્તી હતી એમ કહેવાય છે. પછી ત્યાં નવા બંગલાઓ અને ફ્લેટ બન્યા.
મંદિરનો આકાર હોડી જેવો છે તે સાઈડ પરથી જ જોઈ શકાય છે.
મંદિરમાં અંબાજી, સરસ્વતી દેવી ની મૂર્તિઓ પણ છે. ગર્ભગૃહ ફરતી ગોળ પરસાળમાં બાર જ્યોતિર્લિંગો છે.
જો કે ગઈકાલે અંદર પ્રદક્ષિણા બંધ કરી દીધેલી જોઈ. મેં તો ઘણી વાર પ્રદક્ષિણા કરી મૂર્તિ પાછળના પથ્થરે માથું ટેકવ્યું છે.
સોમવાર નિમિત્તે દર્શન કરો. હર હર મહાદેવ.