સરવાળો થાય તો મજા મજા પડી જાય,
બાદબાકીમા કેમ અફરા તફરી થઈ જાય,
ગણિતમાં પાકો થઈ હોશિયાર બની જાય,
જીવન જીવવામાં કેમ મોટો લોચો પડી જાય,
પૈસાના માલિક સાથે જબરો ભળી જાય,
ગરીબ માણસ સાથે કેમ ખોટો બની જાય,
ધીરજ રાખે મનમાં તો મીઠા ફળ મળી જાય,
અધીરાઈમાં હોય તો બધું કેમ ઉંધુ થઈ જાય,
મારું બધું જ ચાલે તો ખૂબ હર્ષિત થઈ જાય,
તણખલું ના હલાવી શકે તો કેમ દુઃખી બની જાય..
મનોજ નાવડીયા