ઈશ્વર સ્ત્રી બની જ નાં હોત તો,
હવસ નાં પાત્રો ડુબ્યા જ નાં હોત.
લાગણી ભરી જ નાં હોત હ્દયમાં
તો દુઃખ નાં ડુંગર આવ્યા જ નાં હોત.
આંખો માં નિર્દોષતા ને પારદર્શકતા નાં હોત
સ્વાર્થ ની ભાષા સમજી શક્યા ન હોત
ગલી ગલી મુજરા ને તવાયફ જન્મી નાં હોત
બલિહારી ઈશ્વર ની ભોળપણ નું અદકેરું પાત્ર બનાવ્યું
તેમાં આપ્યું ભીની ભીની લાગણીની આત્મા
ફસાતાં પારેવડાં પ્રણય કેરાં નામમાં ને
વેદનાં જીંદગી ડોલતી પ્રેમ કેરાં નાટકમાં.
વેદનાં ની કલમે 💓❤️