આ ઝાંકળ નું નિવારણ આપો.
અથવા હાસ્ય નું કોઈ કારણ આપો.
મારાં શ્વાસ જુદાં થાઉં તે નહીં ચાલે,
મારામાં વસ્યા પછી અળગાં થવાનું કારણ આપો.
વાદળી બન્યા પછી વરસવું નહીં ચાલે
ધોધમાર વરસવાનું કોઈ તારણ આપો.
આત્મા માં દોરાયેલી પ્રતિકૃતિ છેક હ્દયમાં છે.
લાગણી નાં માર્ગનું કોઈ કારણ આપો.
વેદનાનાં આવવાનું કોઈ તારણ આપો.
અથવા તમારાં જવાનું કોઈ કારણ આપો.
વેદનાની કલમે 💓❤️