લાગણીના ઉમળકામાં નિખાલસતા ક્યાં?
સહેલાઈથી બંધાતા સંબંધમાં ભાવ ક્યાં!
જરૂરી છે દસ્તાવેજ જીવનમાં એ સંબંધો ક્યાં!
ભીની પાંપણના વાતાવરણની એ બુંદ ક્યાં!
સ્મરણો ના નામ પર ગેરહાજર સિક્કા ક્યાં!
દુઃખો ના અવતાર બનતો એ માનવી ક્યાં!
ધીરજ રાખી વંચાતી એ પ્રેમની પુજા ક્યાં!
ધબકતા હૃદયમાંથી નીકળતો એ સુર ક્યાં!
વેદના સ્વાર્થ ની મહોર પર અહેસાસ ક્યાં!
નફરત ની આગમાં મારગની મંઝિલ ક્યાં!
વેદનાં ની કલમે 💓❤️