પ્રણયનું ભાષાંતર ક્યાંય બન્યું છે! 🌹
લાગણીને વાચા ક્યાંય મળી છે! 🌹
આંખોની ભાષા કોઈ સમજ્યું છે! 🌹
અંતરના નિસાસા ક્યાંય મપાય છે! 🌹
વાદવિવાદમાં કોઈ ક્યારેય જીત્યું છે! 🌹
બંધનમાં ક્યારેય મજા દેખાય છે! 🌹
ધોધમાર વરસાદમાં કોઈ કોરું રહ્યું છે 🌹
માનની મર્યાદામાં કોઈ કેમ છુપાયું છે! 🌹
વેદના ની એકલતામાં કેમ ફસાયા! 🌹
ભાવનું નિરૂપણ કરવા કેમ રોકાયા! 🌹