Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી જયંત ભાઈ મહેતાના સૌજન્યથી 🙏

એ જિંદગી
ધીમે ચાલ મારાથી હાંફી
જવાય છે.
તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,
માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે
ઘણા બધા સપનાઓ છે મારી આંખો માં,
થોડાક તેં બતાવેલા , થોડાક મેં સંઘરેલાં
કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા ,
થોડા ઉપર વાલા આપેલા ,
ને થોડા મેં
બનાવેલા ,
એ બધા મારા થી
છૂટી ન જાય એ
માટે
ધીમે ચાલ જિંદગી
મારા થી હંફાઈ જવાય છે .
કેટલીક લાગણીયો છે હૃદય માં ,
ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી,
કેટલીક જવાબદારીઓ છે ,
થોડીક જબરદસ્તી થોપેલી ,
થોડીક મેં સ્વીકારેલી,
એ બધાનો
ભાર ઉંચકી ને
ચાલી શકુ
એ માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે .
કેટલાક ના હૃદય માં સ્થાન બનાવવું છે ,
ને ઘણાય નુ હૃદય માં સ્થાન ટકાવવું છે ,
કુદરત ની સુંદરતા ને માણવી છે ,
ને કંઈક કરી બતાવવુ છે ,
જવાબદારીઓ સાથે પોતાના સપના
પણ પુરા કરી શકું
એ માટે
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે .
કોઈને કડવાશ થી યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે ,
લોકો ના હૃદય માં હંમેશા મુસ્કુરાતી યાદ બની ને રહું
એવા પ્રયત્ન કર્યા છે ,
ભૂલ થી પણ
કોઈના હૃદય ને ઠેસ ન પહોચે
એવી ઉપરવાળ પાસે દુઆ કરી છે ,
એ દુઆ ને
વાસ્તવિકતા માં
જોઈ શકું
એ માટે
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે .
રેત ની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે ,
આજે આપણ સાથે ચાલીયે છીએ
કાલે સાથ છૂટી જાય , ખુબ પ્રેમ કરુ છું તને ,
આપણા બંન્ને નો સાથ યાદગાર બને
એ માટે
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે ,
મારાથી ખરેખર હાંફી જવાય છે ........
🙏🏻

Gujarati Motivational by Umakant : 111934064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now