એકલવીર ન્યુઝ પેપર સંપાદક તંત્રી: શ્રી તખુભાઇ અને સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપ પ્રમુખ: શ્રી કૌશિકભાઈનો ખૂબ આભાર...
લિંક : https://drive.google.com/file/d/1rwygeBoLXb2Q3n_eHa0HLpaVxsD9sb7X/view?usp=drivesdk
જુઓ તો ખરાં ઝળહળતી સફળતા બધાને જોઈએ છે,
પણ એ માટે જાતને તો રોજ મહેનત કરવી પડે જ ને,
આમ તો ખૂબ દેખાય છે કે બધે પ્રકાશ ફેલાઈ રહ્યો છે,
પણ એ માટે સુક્ષ્મ તળે તો અંધારું સહન કરવું પડે જ ને,
મુખ્ય તો પાણીથી ભરપૂર કુવો તરછ છીપાવી રહ્યો છે,
પણ એ માટે પોતાનાં પર તો ઘા સહન કરવાં પડે જ ને,
માનું તો હવે સોનુ સૂદર આભુષણમા બદલાઈ ગયું છે,
પણ એ માટે પોતાને તો આગમા ખૂબ તપવું પડે જ ને,
હવે તો જીવન પંથ પર ખોટું ત્યજીને સત થઇ જવું છે,
પણ એ માટે પોતાને તો અથાગ પ્રયત્ન કરવો પડે જ ને....
મનોજ નાવડીયા