સફળતાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી... આપણા હાથમાં કેવળ સાચી દિશામાં કરવામાં આવતો પ્રક્રિયારૂપી પુરુષાર્થ જ છે જે નક્કી કરશે કે આપ સફળ થશો કે નહીં...? હવે આ પ્રક્રિયા કરતાં કરતાં આપણે થાકી જઈએ કે હારી જઈએ કે માથા પર હાથ રાખીને ઉદાસ થઈને બેસી જઈએ તો પ્રક્રિયામાં અડચણ ઊભી થાય... જે આપણને સફળતાથી દૂર લઈ જઈ શકે છે... એ જોતા જોઈએ તો એડિસનથી અસંખ્ય વાર બલ્બ ફૂટી ગયો તો દરેક વખતે એડિસન સફળ જ હતો ,નિષ્ફળ નહોતો... કેમકે દરેક પ્રયત્નોમાંથી એડિશન કંઈકને કંઈક નવું શીખ્યો અને તે જ બલ્બ પ્રગટાવવા માટે ઉપયોગી થયો...ને એડિસન સફળ થયો... તેથી આપણે પ્રક્રિયા રૂપી ઉદ્દીપક પર પૂર્ણવિરામ મૂકી દઈએ અને જાતે જ ખુદને નિષ્ફળ માનવા લાગીએ તો ક્યારેય સફળ ન થઈ શકીએ.. દ્રષ્ટિ કોણ બદલીને દરેક પ્રયત્નમાંથી નવું નવું શીખતા રહીએ તો ક્ષણે ક્ષણે સફળ થતાં રહીએ....
#Success