મારા ભીતરના દ્વાર પર ખાલીપો રખડે રે.
સ્મરણના ઉજ્જડ ભાવ આંખોમાં પાણી બની તરે રે.
આજે સમજાયું આ પિંજરામાં શ્વાસ કેદ કેમ રે..
ભર્યા ભર્યા ઘરમાં એકલતા કેમ રખડે રે.
એકવાર તો શ્વાસ ભરી આ બંધ દરવાજા ખોલી દે.
મારા સઘળા નિસાસા તૂટે એવો શબ્દ ગોખી દે.
વાત તારી આમ ગામને રસ્તે ના રજળે રે.
વેદના નો ખાલીપો જીવનમાં કેમ અવતરે રે...
આતમને થયો અવિશ્વાસ કેમ મુઠેરી શ્વાસ ના રે..
કેમ ખોલવા અંતરના પટ, વહાણ ભર્યા ડુબ્યા રે...